કેવી રીતે બનાવશો ‘ફૂલપ્રૂફ' પાસવર્ડ?

કેવી રીતે બનાવશો ‘ફૂલપ્રૂફ' પાસવર્ડ?


ગયા અઠવાડિયે આપણેગેરકાનૂની પ્રવ્ત્તિઓ માટે કોઈ ઇ-મેઇલ સ્પૂફિંગ કરીને આપણા આઇડીનો ઉપયોગ કરી શકે એની વાત કરી હતી. વાત માત્ર ઇ-મેઇલ પૂરતી સીમિત નથી.
હવે વેબ ૨.૦ના જમાનામાંજેમાં મારા-તમારા જેવા નેટયુઝર્સ પણ કન્ટેન્ટ જનરેટ કે શૅર કરી શકે છે એવા સમયમાંનેટ પર ડગલે ને પગલે તમારા આગવા એકાઉન્ટ માટે આઇડી અને પાસવર્ડ નક્કી કરવાં પડે છે. બ્લોગ લખવાફ્રેન્ડ્સ સાથે ચૅટ કરવા,નેટ પર નોકરી શોધવાલગ્ન માટે યોગ્ય પાત્રની શોધ કરવા... બધાંમાં જોઈએ પાસવર્ડ. બધી રીતે ગોઠવાયા પછી નેટબેંકિંગનો ઉપયોગ શરૂ કરો તો પણ જોઈએ પાસવર્ડ. આ બધામાં નેટબેંકિંગના પાસવર્ડ જો કોઈ ચોરીજાય તો સૌથી વધુ ઉપાધિની શક્યતા.
તો ફૂલપ્રૂફપાસવર્ડ કેવી રીતે બનાવવાગાંધીનગરથી વાચકમિત્ર અશ્ર્વિન જાટીયાએ મોકલેલી આ પાસવર્ડ પ્રોટેકશન ટીપ્સ'ખરેખર ઉપયોગી થાય તેવી છે...
  

 તમારો પાસવર્ડ કોઈને ક્યારેય બતાવવો નહીં તેમ જ પાસવર્ડ ક્યાંય લખવો પણ નહીં. કોઈને પાસવર્ડ આપવાની જરૂર ભી થાય તો ઇ-મેઇલ કે એસએમએસથી ક્યારેય પાસવર્ડ મોકલવો ન જોઈએ

* નક્કી કરેલ પાસવર્ડમાં ઓછામાં ઓછા છ અક્ષર હોય તે જરૂરી છે.
* ડિક્શનરી કે શબ્દકોશમાં હોય તેવા શબ્દો ક્યારેય પાસવર્ડ માટે નક્કી કરવા ન જોઈએ. તેમ જ બીજે ક્યાંય ઉપયોગ કર્યો હોય તે પાસવર્ડ અન્ય જગ્યાએ ક્યારેય ન વાપરવો જોઈએ.
* કી-બોર્ડ પેટર્ન મુજબ પાસવર્ડ નક્કી ન કરવો (જેમ કેasdf). તે જ રીતે સળંગ નંબર પણ ન આપવા જોઈએ (જેમ કે૧૨૩૪).
* પાસવર્ડમાં આલ્ફાબેટ (એબીસીડી) ન્યુમરીકલ (નંબર/આંકડા) તથા વિવિધ સાઇન્સ (નિશાની)નો ઉપયોગ કરવાથી તે વધુ સલામત બને છે. આ ઉપરાંત લોઅર કેસ તથા અપર કેસનો ઉપયોગ પણ કરવો જોઈએ (જેમ કેParK#28)
* ફક્ત લોઅર કેસફક્ત અપર કેસ અથવા ફક્ત નંબરનો ઉપયોગ કરવો ન જોઈએ.
* કલ્પના શક્તિ દોડાવીને સ્પેશ્યલ કેરેકટર બનાવો. જેમ કે ઝીરો માટે અથવા એસ માટે ડોલરજેવી નિશાનીનો ઉપયોગ કરી શકાય. Ashwin માટે @$hwin એ મુજબ પાસવર્ડ બનાવીએ તો બીજા માટે આ પાસવર્ડની કલ્પના કરવી મુશ્કેલ બનશે.
* થોડા વધુ આગળ વધીને (કે રીક્ષાચાલકો પાસેથી પ્રેરણા મેળવીને!) નવા પ્રકારનાં વાક્યો પણ બનાવી શકાય. જેમ કે Love to Laugh માટે તમે Luv2L@f લખી શકો.
* શકય હોય ત્યાં સુધી કોઈ પણ કેરેકટર રીપીટ કરવાં ન જોઈએ. (જેમ કે dd11).
* કોઈ પણ ટીપ્સ આપી હોય ત્યાંથી તેની નકલ કરીને એનો એ જ પાસવર્ડ ક્યારેય આપવો નહીં.
* તમારો પાસવર્ડ કોઈને ક્યારેય બતાવવો નહીં તેમ જ પાસવર્ડ ક્યાંય લખવો પણ નહીં. કોઈને પાસવર્ડ આપવાની જરૂર ભી થાય તો ઇ-મેઇલ કે એસએમએસથી ક્યારેય પાસવર્ડ મોકલવો ન જોઈએ
* જ્યાં આઇડી તરીકે તમારું ઇ-મેઇલ આઇડી આપવાનું હોય ત્યાં અચૂક નવો પાસવર્ડ બનાવો. ઇ-મેઇલ એકાઉન્ટનો પાસવર્ડ ભૂલેચૂકે પણ ન લખવો નહીં.
સૌથી અગત્યની વાતથોડા થોડા સમયે તમારો પાસવર્ડ બદલતા રહો. સલામતીની સાથેસાથે કલ્પનાશક્તિ અને યાદશક્તિ પણ વધશે!

No comments:

Post a Comment