ચાલો સંગીત શીખીએ

ચાલો સંગીત શીખીએ.- (અલંકાર )

૬.   આરોહ 

 તાલ – ઝપતાલ

 માત્રા – ૧૦

 તાલી – પહેલી માત્રા પર,

 ખાલી – ૬ ઠ્ઠી માત્રા પર.

 બોલ – [ ધીં   ના ] [ ધીં    ધીં   ના ] [ તીં   ના ] [ ધીં   ધીં   ના ]

 માત્રા -[  ૧     ૨  ] [  ૩     ૪     ૫ ] [  ૬     ૭ ] [  ૮    ૯    ૧૦ ]

 ×            ૨                 ૦           ૩

[ સા   રે ] [ સા   રે   ગ ] [ રે   ગ ] [ રે   ગ   મ ]

[ ગ   મ ] [ ગ   મ   પ ] [ મ   પ ] [ મ   પ   ધ ]

[ પ   ધ ] [ પ   ધ   ની] [ ધ   ની] [ ધ  ની  સાં ]

     અવરોહ 

[ સાં  ની] [ સાં  ની  ધ ] [ ની   ધ ] [ ની  ધ  પ  ]

[ ધ   પ ] [ ધ   પ   મ ] [ પ   મ  ] [ પ   મ   ગ ]

[ મ   ગ ] [ મ   ગ   રે ]  [ ગ   રે  ] [ ગ   રે   સા ]

૭.

તાલ – કહેરવા

માત્રા – ૮

તાલી – પહેલી માત્રા પર,(૧)

ખાલી – પાંચમી માત્રા પર.( ૫ )

           ×                         ૫

બોલ – [ ધા   ગે   ના   તી ] [ ન   ક   ધી   ન ]

માત્રા -[  ૧    ૨     ૩     ૪ ] [  ૫   ૬    ૭   ૮ ]

ચિહ્ન –     ×                       ૦

આરોહ- [ સા   રે   ગ   મ ] [ રે   ગ   મ   પ ]

           ( ૧    ૨    ૩   ૪ ) (  ૫   ૬   ૭   ૮ )

            ×                      ૦

           [ ગ   મ   પ   ધ] [ મ   પ   ધ   ની ]

           ( ૧     ૨    ૩   ૪) ( ૫    ૬   ૭   ૮ )

            ×

            [ પ   ધ  ની સાં ]

           ( ૧    ૨     ૩   ૪ )

             ૦                       ×

અવરોહ-[ સાં   ની   ધ   પ ] [ ની   ધ   પ   મ ]

           (  ૫    ૬   ૭   ૮ ) (  ૧     ૨    ૩    ૪ )

             ૦                      ×

            [ ધ   પ   મ   ગ ] [ પ    મ   ગ   રે ]

           (  ૫    ૬    ૭   ૮ )(  ૧    ૨    ૩    ૪ )

            ૦

            [ મ   ગ   રે   સા ]

            ( ૫   ૬    ૭   ૮ )

શાસ્ત્રીય રાગો – ( રાગ ભૂપાલી)



રાગ ભુપાલી નો રાગ પરિચય.

આરોહ : સા રે ગ પ ધ સાં

અવરોહ : સાં ધ પ ગ રે સા

પકડ : ગપધપગ, પ ગ  ધ પ ગ ,રે ધ઼ સા

થાટ : કલ્યાણ

જાતિ : ઓડવ-ઓડવ  = આગળ  સમજાવ્યું છે તેમ ઓડવ જાતિનો રાગ એટલે જેમાં આરોહ અને અવરોહ બંનેમાં પાંચ સ્વરો લાગે તેને ઓડવ જાતિનો રાગ કહેવાય છે.

વાદી સ્વર : ગ  (ગાંધાર)

અને સંવાદી સ્વર : ધ  ( ધૈવત)

વર્જિત સ્વર : મ અને ની ( મધ્યમ અને નિષાદ) = વર્જિત એટલે રાગમાં ન લેવાતા સ્વરો..

સ્વર : બધાં શુદ્ધ .= એટલે કે આ રાગમાં કોઈ સ્વર કોમળ કે તીવ્ર નથી.બધાં સ્વરો શુદ્ધ જ લાગે છે.

ગાન સમય : આ રાગને ગાવાનો સમય રાત્રીનો પ્રથમ પ્રહર છે.

હવે આપણે રાગ = ભુપાલી ની  સ્વર – માલિકા જોઈશું.

સ્વર – માલિકા        તાલ – તીન તાલ

  ×                       ૨                      ૦                        ૩

[  ૧      ૨    ૩    ૪  ]   [ ૫   ૬   ૭    ૮   ]   [  ૯    ૧૦   ૧૧    ૧૨  ]  [૧૩    ૧૪   ૧૫  ૧૬  ]

[  ગ     ગ   ગ   ગ  ]  [ ગ   પ   ધ   પ   ]   [ ગ     રે    સા      રે  ] [ સા   ધ઼    ધ઼     પ઼  ]

[ પ   પ   પ   પ  ]    [  ધ   પ   ધ   પ  ]    [ ગપ  ગરે  સા   ગ ]   [ રે     સા   ધ઼    પ઼ ]

     ઉપર  જે સ્વરો લાલ અક્ષર થી બતાવ્યા છે તે એક સાથે ગાવાના છે.

અંતરા

×                      ૨                         ૦                           ૩

[ ગ   પ   ધ   પ  ]  [  સાં   સાં   સાં   સાં  ]  [ સાં     રેં     ગં      રેં   ] [ સાં    ધ     પ    પ ]

  ૧    ૨   ૩    ૪         ૫    ૬     ૭      ૮       ૯     ૧૦     ૧૧    ૧૨      ૧૩     ૧૪   ૧૫  ૧૬

[ ગં  રેં   સાં    રેં  ]  [  સાં   ધ    પ    પધ ] [ સાંસાં ધપ  ગરે  ગ ]   [  રે     સા     ધ઼   પ઼  ]

બસ તો આજે વાંચો , લખો, વિચારો ,ગાઓ  અને કાલે રીયાઝ કરો..આવતા વીકમાં બંદિશ અને ગીત લઈને મળીશ

ત્યાં સુધી ” સ્વર – વિહાર ” કરો.

રાગ – ભુપાલી. – ( બંદિશ )




રાગ – ભુપાલી ( બંદિશ)  સ્થાયી  – ( તીન તાલ)

×                       ૨                     ૦                         ૩

[ ૧    ૨    ૩    ૪ ] [ ૫   ૬   ૭   ૮ ] [ ૯   ૧૦   ૧૧   ૧૨ ] [ ૧૩    ૧૪   ૧૫   ૧૬  ]

                                               [સાં   સાં    ધ   પ ] [ ગ      રે     સા     રે ]

[ ૧    ૨    ૩   ૪ ] [ ૫   ૬    ૭   ૮ ] [ ન    મ     ન   ક ] [  ર     ચ      તુ     ર ]

[ ધ઼    ધ઼   સા  રે ]  [ ગ   રે   ગ   ગ ] [ ગ    ગ    પ   ધ ] [ સાં    ધ     સાં   સાં ]

[  શ્રી  -   ગુ   રૂ ] [ ચ   ર   ણા   - ] [  ત   ન    મ   ન ] [ નિ     ર      મ    લ ]

[ સાં  પ  ધ   પ ] [ ગ   રે  સા  સા ]

[ ક   ર   ભ   વ ] [ ત    ર   ણા  - ]

                                              અંતરા 

×                       ૨                        ૦                         ૩

[૧    ૨    ૩    ૪  ] [ ૫   ૬   ૭     ૮  ] [ ૯    ૧૦    ૧૧  ૧૨ ] [ ૧૩   ૧૪   ૧૫   ૧૬ ]

                                                  [ ગ    ગ     પ  ધ  ] [ સાં    ધ    સાં    સાં]

                                                  [ જો    -     કો   ઈ  ] [ સુ     મી    ર     ન]

[સાં સાં  સાં  સાં ] [ સાં   રે   સાં   સાં ] [ સાં    સાં   ગં    રેં  ] [ સાં    સાં    પ    ધ]

[શુ  ભ   ફ    લ ] [ પા   -    વ    ત ] [ જ     ન    મ     જ ] [ ન     મ     દુ    ખ ]

[સાં  પ  ધ   પ ] [ ગ   રે    સા   સા ]

[સ   બ   નિ  - ]  [સ્ત   ર   ણા    -  ]

રાગ – સારંગ 



રાગ સારંગ નો  રાગ પરિચય

આરોહ –  સા રે મ પ ની સાં

અવરોહ- સાં ની પ મ રે સા

પકડ  -  ની ની પમ રે,રે મ પ મ રે,ની઼ ની઼  સા

થાટ – કાફી.

જાતી – ઓડવ – ઓડવ(એટલે કે આરોહ અને અવરોહ બંનેમાં પાંચ સ્વર લાગે) 

વાદી સ્વર- રે ( એટલે કે,રાગનો મુખ્ય સ્વર)

સંવાદી સ્વર – પ ( એટલેકે,રાગનો બીજો મદદકર્તા સ્વર)

વર્જિત સ્વર – ગ – ધ.( એટલે કે, રાગમાં ન આવતા સ્વર)

સ્વર – બંને ની અને ની  (આરાગમાં કોમળ અને શુદ્ધ બંને ની ‘નીશાદ’ લાગે છે )

ગાન સમય – મધ્યાહ્ન ( દિવસનો બીજો પ્રહર)

રાગ ની પ્રકૃતિ – શાંત અને ગંભીર.

રાગ સારંગ ના પ્રકારો માં – શુદ્ધ સારંગ,બીન્દ્રાબની સારંગ,ગૌડ સારંગ,મધમાત સારંગ.

રાગ – સારંગ  સ્વર -માલિકા  તાલ – તીન તાલ ( માત્રા – ૧૬ )

સ્થાયી

×                      ૨                      ૦                    ૩

                                               [ રે  મ  પ  ની ] [ પ  મ  રે  સા  ]

[ રે   રે  સા  સા ] [ રે  ની઼  સા  સા ]  [ની઼ ની઼ ની઼ સા ] [સા સા  સા  સા ]

[ રે  મ  પ   ની ] [ પ  મ   પ   પ ]   [ની ની  ની ની] [સાં સાં  સાં  સાં ]

[ ની  પ  મ  રે  ] [ મ  રે  સા  સા ]

અંતરા 

×                        ૨                     ૦                      ૩

                                               [ મ   મ   મ   મ ] [ પ  પ  ની  ની ]

[ સાં  સાં  સાં  સાં ] [ રેં  ની  સાં સાં ]  [ ની  સાં  રેં  મં ] [ રેં   સાં ની  સાં ]

[ રેં    રેં   સાં  સાં ] [ ની  ની  પ  પ ]  [ પ   સાં  ની  સાં ] [ સાં  સાં  પ  ની ]

[ પ  ની  ની  ની ] [ પ  મ  રે  સા  ]

બંદિશ – રાગ – સારંગ.   સ્થાયી

  ×                     ૨                       ૦                       ૩

                                                [ સાં  સાં  ની  પમ] [ રે   રે  ની઼   સા ]

                                                [ શ્યા  -   મ   ચ- ] [ રા  -    વ   ત  ]

[ રે  રે  સા    મ  ] [ રે  મ પની મપ ] [ ની  ની  ની  સા ] [ સા  સા  ની  સા ]

[ગૈ  -   યા    બ  ] [ ન હી  બ-  ન-  ] [ સુ   ભ    ગ   અં] [   -   ગ   સુ   ષ ]

[ રે  મ  પ   પ    ] [ ની મ  પ   પ   ] [ ની   ની  ની  ની ] [ સાં  સાં  સાં  સાં ]

[ મા  -  કો    -    ] [ સા  -   ગ   ર  ]  [ ક     ર    બી  ચ ] [  લ  કુ    ટ    ધ ]

[સાંરેં સાંની પ મ ] [ રે મ પની મપ ] 

[ રૈ-    - -  યા બ ] [ ન હી બ-   ન- ]

અંતરા.

×                         ૨                       ૦                     ૨

                                                  [ મ  મ  મ  મ  ] [ પ  પ  ની  ની ]

                                                  [ મો  -   ર   મૂ ] [   કુ  ટ  પી   -  ]

[ સાં  સાં  સાં  સાં ] [ રેં  ની  સાં  સાં  ] [ ની  સાં   રેં    મં ] [ રેં   રેં   સાં   સાં  ]

[ તાં   -   બ   ર   ] [ સો  -    હે     -  ] [ કા    -  ન    ન  ] [ કું    -    ડ    લ  ]

[ ની  ની  સાં  સાં ] [ ની  ની  મ  પ   ] [ ની  ની  ની  ની ] [ સાં  સાં  સાં  સાં ]

[ ગ    લ   બ   ન ] [ મા  -    -    લ  ] [ મુ   ર   લી  કી ]  [ ધુ    ન   હૈ   બ  ]

[ સાંરેં સાંની પ  મ ] [ રે  મ પની મપ ]

[ જૈ-    - -    યા બ ] [ ન હી બ-   ન - ]


 

 

 

સાયબરસફર મેગેઝિન

સાયબરસફર મેગેઝિન એપ્રિલ 2012 અંક

(આ અંકમાં આપેલ ઓર્ડર ફોર્મમાંના દરો બદલાઈ ગયા છે. નવા દર સહિતનું ઓર્ડરફોર્મ જોવા અહીં ક્લિક કરો)
Download
CyberSafar Mahitipustika સાયબરસફર માહિતી પુસ્તિકા
(આ પુસ્તિકામાં આપેલ ઓર્ડર ફોર્મમાંના દરો બદલાઈ ગયા છે. નવા દર સહિતનું ઓર્ડરફોર્મ જોવા અહીં ક્લિક કરો)
Download

સ્વામી વિવેકાનંદ

મારો વિશ્વાસ યુવાશક્તિ પર છે. એમાંથી જ મારા કાર્યકર્તાઓ પેદા થશે, જે તેમના પરાક્રમોથી વિશ્વને બદલી નાખશે.

ભારત સ્વતંત્ર થયું તેનાં પ૦ વર્ષ પહેલાં મદ્રાસના યુવાનો સમક્ષ આપેલ ભાષણમાં સ્વામીજીએ આ વિશ્વાસ વ્યકત કર્યો હતો. સ્વામી વિવેકાનંદ પોતે જ યુવાન હતા. તેમનું સમગ્ર જીવન અને સંદેશ યૌવનનો આદર્શ હતો. તેમણે ભારતીય સંસ્કૃતિમાં યુવાવસ્થાના આદર્શને આપણી સમક્ષ રજૂ કર્યો. ફકત ૩૯ વર્ષ, પ માસ અને રર દિવસના ટૂંકા આયુષ્યમાં એવું પરાક્રમ કર્યું હતું કે, જેથી સમગ્ર વિશ્વ અચંબામાં પડી ગયું. પોતાનું જીવન, પ્રેરણા, વિચાર, સાહિત્ય તેમજ કાર્યોથી સ્વામીજીએ યુવાનોને પ્રેરિત કર્યા.

સ્વામીજીના જીવને અનેક મહાપુરુષોના જીવનને પ્રભાવિત કર્યું છે. આજે પણ એમનું સાહિત્ય કોઈ અગ્નિમંત્રની જેમ વાંચનારના મનમાં ભાવ પેદા કરે છે. કોઈકે બરાબર કહ્યું છે કે, જો તમે સ્વામીજીનું પુસ્તક સૂતાં સૂતાં વાંચો તો સ્વાભાવિક જ ઊઠીને બેઠા થઈ જશો. જો બેઠા થઈને વાંચશો તો ઊઠીને ઊભા થઈ જશો અને જે ઊભા થઈને વાંચશે તે સ્વાભાવિક રીતે કામમાં પરોવાઈ જશે. પોતાના લક્ષ તરફ ચાલ્યો જશે. આ સ્વામી વિવેકાનંદના સજીવ સંદેશનો પ્રભાવ છે. જે કોઈપણ તેમના પ્રત્યક્ષ કે પરોક્ષ સંપર્કમાં આવે છે તેનું જીવન જ બદલાઈ જાય છે. વર્તમાન સમયમાં યુવાનો સમક્ષ અનેક પડકારો છે, એમાં સ્વામીજીનો સંદેશ તેમના માટે અત્યંત વ્યવહારિક રીતે માર્ગદર્શન આપે છે.
લક્ષ નિર્ધારઃ
સ્વામી વિવેકાનંદના મતે વ્યકિતનો ખરેખર જન્મ લક્ષની સાથે જ થાય છે. તેઓ કહેતા હતા કે, ‘‘જેના જીવનમાં લક્ષ નથી એ તો રમતીગાતી, હસતીબોલતી લાશ જ છે.’’ જયારે વ્યકિત પોતાના જીવનના વિશિષ્ટ લક્ષને ઓળખી શકતો નથી ત્યાં સુધી તો એનું જીવન વ્યર્થ જ છે. યુવાનોએ પોતાના જીવનમાં શું કરવું છે એનો નિર્ણય કરવો જોઈએ. આપણે બાળપણથી જ શું બનવું છે તેનો વિચાર કરતાં કરતાં પોતાની જાતે કારકિર્દીના મર્યાદિત વિકલ્પોમાં ઘેરી લે છે અને જીવનમાં કરવા યોગ્ય બાબતોનો વિચાર જ નથી કરતા, કરવા યોગ્ય વિચાર કરશે તો બનવાનું તો પોતાની મેળે જ બનીને રહેશે.
આમ, લક્ષ નિર્ધાર જ જીવન કર્મ છે. એના આધારે આજીવિકા મેળવવાનું સ્વાભાવિક રીતે જ નિશ્વિત બની જશે.
આત્મવિશ્વાસઃ
જીવનમાં જે નક્કી કર્યું છે તે કરવા માટે સૌથી વધુ જરૂર છે પોતાનો આત્મવિશ્વાસ. સ્વામી વિવેકાનંદ ઈશ્વરમાં વિશ્વાસ કરવા કરતાં પોતાનામાં વિશ્વાસ વ્યકત કરવાનું જણાવે છે. “પહેલાં કહેવાતું હતું કે, ઈશ્વરમાં વિશ્વાસ નહિ કરવાવાળો નાસ્તિક છે. હું કહું છું કે, જેને પોતાનામાં વિશ્વાસ નથી એ નાસ્તિક છે.” આપણે આપણી શકિતઓની પરીક્ષા કર્યા વગર જ તેને મર્યાદિત કરી દીધી છે. આપણે એમ માનીને ચાલીએ છીએ કે આપણે આટલંુ જ કરી શકીએ, જયારે આપણી શકિતઓ અમર્યાદ છે. જો યુવાનો દ્રઢ નિર્ધાર કરે તો તેમના માટે શું અશકય છે ? આપણે સામાન્ય વ્યકિતઓની અસામાન્ય સિદ્ધિઓથી આશ્ચર્યશકિત પણ થઈ જઈએ છીએ અને તેમનાં વખાણ પણ કરીએ છીએ, પરંતુ શું આપણે એમનામાંથી પ્રેરણા મેળવીએ છીએ ? શું આપણી ભીતર આ આત્મવિશ્વાસ પેદા થાય છે કે આપણે પણ આવું કંઈક કરી શકીએ ? સ્વામીજી આપણને એ પ્રેરણા પૂરી પાડે છે કે જીવનમાં આપણી આજુબાજુ બનવાવાળી નાનીમોટી, સકારાત્મકનકારાત્મક બધીજ ઘટનાઓ આપણને આપણી અમર્યાદ શકિતને પ્રકટ કરવાની તક પૂરી પાડે છે.
સમર્પણઃ
કોઈપણ કાર્યમાં સફળતા મેળવવા માટે સમર્પણ અનિવાર્ય છે. સ્વામીજી તેને અધ્યવસાયની સંજ્ઞા આપે છે. “અધ્યવસાયી આત્મા કહે છે કે, હું સાગરને પી જઈશ એ છીપની જેમ જે સ્વાતિ નક્ષત્રના એક ટીપાને પ્રાપ્ત કરવા માટે મોજાંની ઉપર આવે છે. એક ટીપું પ્રાપ્ત થયા પછી સમુદ્રની અગાધ ઊંડાઈમાં જઈને ધીરજપૂર્વક બેસી જાય છે, જયાં સુધી તેનું મોતી ન બની જાય. આપણા યુવાનોને આવા અધ્યવસાયની જરૂર છે.” આપણે કોઈપણ કાર્યની શરૂઆત કરવામાં તો ખૂબ મોટી મહાનતાનો પરિચય આપીએ છીએ પરંતુ થોડા જ સમયમાં સ્વાભાવિક રીતે જ તેનાથી વિમુખ થઈ જઈએ છીએ. આજના સ્પર્ધાત્મક યુગમાં આવા આરંભ શૂરાઓનું કામ નથી. સંપૂર્ણ સમર્પિત ભાવથી હાથ પર લીધેલા કાર્યને પૂર્ણ કરવાની ધગશથી જ યુવાનોને સફળતા મળી શકે છે.
સંગઠનઃ
વર્તમાન યુગ સંગઠનનો યુગ છે. કોઈપણ ક્ષેત્રમાં પછી તે વ્યાવસાયિક ક્ષેત્ર હોય કે વિજ્ઞાનનું, આજે ટીમ દ્વારા કાર્ય થાય છે. વ્યકિતગત સિદ્ધિઓના સ્થાને સમૂહ દ્વારા આજે કાર્યો પૂરાં થાય છે. પછી તે વહીવટનું ક્ષેત્ર હોય કે સોફટવેરનું, એને જ મહત્ત્વ મળે છે જે ટીમ સ્પિરીટથી કામ કરવામાં સક્ષમ હોય. વિશ્વના તમામ માનવ સંસાધન તજ્જ્ઞો આજે એજ ગુણને મહત્ત્વ આપે છે. સ્વામી વિવેકાનંદ અમેરિકામાં સંગઠન કાર્યના ચમત્કારથી પ્રભાવિત થયા હતા. એમણે નક્કી કર્યું હતું કે, ભારતમાં પણ આ સંગઠન કૌશલ્યને પુનઃર્જીવિત કરવું છે. તેમણે પોતે જ રામકૃષ્ણ મિશનની સ્થાપના કરીને, સંન્યાસીઓ સુધી સંગઠન કરીને સમૂહમાં કામ કરવાની તાલીમ આપી હતી.
જો વર્તમાન સમયમાં ભારતના યુવાનો, સ્વામીજીના બતાવેલા આ યુવાયંત્રો, લક્ષ નિર્ધાર, આત્મવિશ્વાસ, સમર્પણ અને સંગઠનને પોતાના જીવનમાં ઉતારે તો, ભારતને વિશ્વમાં અગ્રણી બનવામાં વાર લાગશે નહીં. આમેય ભારત આજે વિશ્વમાં સૌથી યુવાન દેશ છે. ફકત વસતીના રૂપમાં પણ આપણે વિશ્વમાં સૌથી વધુ યુવાન તો છીએ જ, પરંતુ સુશિક્ષિત રોજગાર સક્ષમ યુવાનોની સંખ્યામાં પણ આજે ભારત મોખરે છે. એટલા માટે સ્વામી વિવેકાનંદની ૧પ૦મી જયંતી આપણા માટે અવસર છે કે આપણે આપણા જીવનને સાર્થક બનાવીએ અને દેશને પણ વિશ્વમાં યોગ્ય સ્થાન પર સ્થાપિત કરીએ.