ગુજરાતી સાયરી

એની દરેક યાદ દિલમાં હજી તાજી છે,
     એ નથી જીવનમાં પણ એની આસ હજી બાકી છે,
    એની યાદ આવતા જ આંસુ આવી જાય છે,
    આ આંસુ તો પી લીધા પણ પ્યાસ હજી બાકી છે.



    ચંદ્રની કળા પર નાચે છે ધરતી,
    કોઈ કહે છે ભરતી તો કોઈ કહે છે ઓટ,
    પ્રણયની ચાહતમાં ઝૂલે છે માનવી,
    કોઈ કહે છે જિંદગી તો કોઈ કહે છે મોત..!!




    સપનું નહિ પણ તમારો વિચાર આપજો,
    મારામાં એક થઇ શકે એવું દિલ આપજો,
    હું એક નહિ પણ અનેક જનમ જીવી લઈશ,
    જીંદગીમાં એક વાર તમારો વિશ્વાસ આપ જો.



    સમય તો પાણીની જેમ વહી જશે,
    માત્ર પ્રેમ ભરી યાદ રહી જશે,
    આજે નથી સમય તો કઈ નહિ,
    પણ જયારે હશે સમય,
    ત્યારે યાદ કરવા માત્ર મારું નામ રહી જશે.



    કોઈ કરતુ હોય પ્રેમ તમને તો સ્વીકારી લેજો,
    તૂટે નહી કોઈનું દિલ તેની કાળજી લેજો,
    સ્વાર્થી માણસો તો બહુ મળશે જીવનમાં,
    પણ સાચા પ્રેમને પારખી લેજો.



    એક છે આકાશને દિશાઓ ચાર છે,
    દિલ આ મારું તને મળવા બેકરાર છે,
    તારી જ યાદોને તારી જ વાતો,
    હવે તો આ નયનને બુસ તારો જ ઇંતેઝાર છે..{-_-)



    જીવનમાં દુઃખ પડે તો મુખને સદા હસવાજો,
    કોઈ લાખો રૂપિયા ચરણે ધરે તો ઠૂકરાવજો,
    પણ સંબંધ રાખે જે દિલથી તેને જીવનભર નિભાવજો.



    આવે છે વસંત પતઝડ જોઈ જોઈને,
    હશે છે માનવી કેટલું રોઈ રોઈને,
    નથી ભૂલાતો ભૂતકાળ કોઈને જોઈ જોઇને,
    મળે છે સાચો પ્રેમ ક્યારેક જ કોઈ કોઈને..!!!



    મિત્રતાના હસ્તાક્ષર કોઈ ઉકેલી નથી શકતું,
    એમાં જોડણીની ભૂલ કોઈ શોધી નથી શકતું,
    ખુબ સરળ હોય છે વાક્ય રચના પણ,
    પૂર્ણવિરામ કોઈ મૂકી નથી શકતું.



    ધીરજ ધરી પણ ફળ સારા ન મળ્યા,
    કેહવું હતું પણ શબ્દોના સથવારા ન મળ્યા,
    કદર કરતા રહ્યા આખી જિંદગી બીજાની,
    પણ અફસોસ અમારી કદર કરનાર કોઈ ન મળ્યા.



    એક સચ્ચાઈ છે જેને હું સહી શકતો નથી,
    ખુબ સીધી વાત છે પણ હું સહી શકતો નથી,
    ને એમ પણ હું ભોગવું છું મૌન રહેવાની સજા,
    તો લે કહું જા, તારા વગર હું રહી શકતો નથી.



    કોઈ જિંદગીની તસ્વીર બની જાય છે,
    અને કોઈથી જિંદગીની તસ્વીર બદલાઈ જાય છે,
    કોઈને મેળવીને ખોશો નહિ,
    કેમ કે એક જુદાઈથી ઝીંદગી વિખેરાઈ જાય છે.



    પ્રેમની કોઈ દિવસ કિંમત થાય નહીં,
    નજીક કે દૂરથી સમજાય નહીં,
    સ્નેહના દરિયામાં ડૂબો તો ખબર પડે,
    એમ કિનારે રહી હૈયું ભીંજાય નહીં.



    હર શ્વાસમાં તારી યાદ મુકું છું,
    મારાથી વધુ વિશ્વાસ તારામાં મુકું છું,
    સાચવજે મારા આ વિશ્વાસને જતનથી,
    મારા શ્વાસને તારા વિશ્વાસમાં મુકું છું.



    ના જીવેલા પલ પણ ક્યારેક જીવન બની જાય છે,
    આંખના ઉજાશ પણ ક્યાંક અંધારા બની જાય છે,
    પ્રેમ કરો તો એટલું સાચવજો,
    વધારે પડતો પ્રેમ પણ ક્યારેક દર્દનું કારણ બની જાય છે.



    નયનમાં વસ્યા છે જરા યાદ કરજો,
    કદી કામ પડે તો યાદ કરજો,
    મને તો પડી છે આદત તમને યાદ કરવાની,
    જો હિચકી આવે તો માફ કરજો.



    તમારો પ્રેમ જ મારું બેંક બેલન્સ છે,
    તમારી યાદો જ મારું એટીએમ છે,
    વિશ્વાસનો ડી.ડી. જમા કરાવીને મેળવી છે દોસ્તી તમારી,
    મને દોસ્તીના ક્રેડીટ કાર્ડ પર પૂરો ભરોસો છે.



    એક સ્મિત
    જે હસાવી દે

    એક અશ્રુ
    જે  રોવડાવી દે

    એક ઈચ્છા
    જગાવી દે

    એક પ્રીત
    જે સમઝી લે

    દરેક વાત
    જે  જાણી લે

    એનું જ નામ છે
    "..મિત્રતા.."



    પ્યારની કિંમત કદી પૈસાથી ના આપતા,
    વિશ્વાસ આપીને દગો ના આપતા,
    જીવ જોયતો હોય તો મોઢે માંગી લેજો,
    પણ અમૃત કહી ઝહેર ના આપતા.



    વખત વેદનાનો બહુ વસમો હોય છે,
    એને સમજવો બહુ મુશ્કેલ હોય છે,
    છોડી દે જયારે જગત આખું તમને,
    ત્યારે પોતાનું એક અંગત તમારા માટે બહુ કિંમતી હોય છે.



    સ્વપ્નને અશ્રુઓથી ભીંજાતા જોયા છે,
    ગમમાં પણ હોઠોને હસતા જોયા છે,
    અરમાનો તો રોજ ઉભરાઈને ઢોળાઈ જાય છે,
    છતાં પણ ઉમ્મીદોને સહારે લોકોને જીવતા જોયા છે.



    હસવું નથી છતાં હસવું પડે છે,
    કોઈ પૂછે કેમ છો તો મઝામાં કહેવું પડે છે,
    જિંદગીનો આ એવો રંગમંચ છે,
    જ્યાં બધાને ફરજીયાત નાટક કરવું પડે છે.



    સંઘરેલી યાદો આજે રેત બની વેરાય છે,
    જેટલી શોધું છું એટલી જ ખોવાય છે,
    મનને બહુ સમજાવ્યું કે ના જવાય એ દિશા તરફ,
    જ્યાં સ્વપ્નો કોડીની કિંમતે વેચાય છે.



    યાદ કરું છું તને વાત-વાતમાં,
    રહેવું છે સદા તારા સાથમાં,
    તું મને ના શોધ તારી આસ-પાસમાં,
    હું તને મળી જઈશ તારા જ શ્વાસમાં.



    હાથ બે છે ને એક પ્યાલી છે,
    ખુદા એક છે ને હજાર સાવલી છે,
    હજાર ફૂલ છે ને એક માળી છે,
    આવી કિસ્મતને શું કહું,
    તકદીર છે હાથમાં ને હાથ ખાલી છે.



    મિત્રતાના હસ્તાક્ષર કોઈ ઉકેલી નથી શકતું,
    એમાં જોડણીની ભૂલ કોઈ શોધી નથી શકતું,
    ખુબ સરળ હોય છે વાક્ય રચના,
    પણ પૂર્ણવિરામ કોઈ મૂકી નથી શકતું.



    આપી શકે તો તારો પ્યાર માંગું છું,
    સાચા હૃદયથી તારો સહકાર માંગું છું,
    કરીશ નહીં ચિંતા પ્યાર માટે પ્રાણ પણ આપીશ,
    રોકડો છે હિસાબ, હું ક્યાં ઉધાર માંગું છું.



    તેના પ્રેમમાં દિલ મજબુર થઇ ગયું,
    દુઃખ દેવું તેનું દસ્તુર થઇ ગયું,
    તેનો કોઈ વાંક નથી મેં પ્રેમ જ એટલો કર્યો હતો,
    કે તેને આ વાતનું અભિમાન થઇ ગયું.



    એ લોકો ખુશ-નસીબ છે જેના સંજોગો એના સ્વભાવને મળતા આવે છે,
    પરંતુ એ લોકો ઉત્તમ છે જે પોતાના સ્વભાવ ને સંજોગો પ્રમાણે ગોઠવી શકે છે.


    ગઝલની જરૂરત મેહ્ફીલમાં હોય છે,
    પ્રેમની જરૂરત દિલમાં હોય છે,
    મિત્રો વગર અધુરી છે જીંદગી,
    કેમ કે દોસ્તોની જરૂરત તો જિંદગીના અંત સુધી હોય છે.




    ક્યારેક કોઈ એવી રીતે પોતાનું બની જાય છે,
    દિલ હોય દુર છતાં વિચારો આવી જાય છે,
    આમ તો છે દુનિયા સ્વાર્થી,
    બાકી કોઈક જ હોય છે જે દિલમાં ઘર કરી જાય છે.



    કોઈ પ્રીત નિભાવી જાય, કોઈ રીત નિભાવી જાય,
    કોઈ સાથ, તો કોઈ સંગાથ નિભાવી જાય,
    કરી દો જીંદગી કુરબાન તેના પર,
    જે દુઃખમાં પણ તમારો સાથ નિભાવી જાય.



    કંઈક અલગ તમારી એ રીત મને ગમે છે,
    તમે કરો છો એ તરકીબ મને ગમે છે,
    પ્રેમ તો કેટલાય કરતા હશે એક-બીજાને,
    પણ તમે નિભાવો છે એ પ્રીત મને ગમે છે.



    આજે મનમાં એક વિચાર આવ્યો,
    વીતી ગયો દિવસ છતાં તમારો SMS ના આવ્યો,
    થઇ ગયા તમે નારાજ કે પછી સ્નેહીજનોની યાદમાં,
    અમારો વારો જ ના આવ્યો.



    જેના માટે હજારો દુઃખ સહેવાય તે પ્રેમ છે,
    જેના વગર એક પળ ના રહેવાય તે પ્રેમ છે,
    હોય ચાહત ઘણી તેને પામવાની,
    પણ સામે આવે ત્યારે કહી ના શકાય તે જ પ્રેમ છે.



    મિત્રતા કરવાની કોઈ રીત નથી,
    લાગણીઓ રોકી શકે એવી કોઈ ભીંત નથી,
    સબંધો જો સચવાય સાચા મનથી,
    તો જીવનની કોઈ પણ બાજીમાં હાર-જીત નથી.



    વિધિ સાથે વેર ના થાય,
    જીવન આખું ઝેર ના થાય,
    કિસ્મત એક છાપેલો કાગળ છે,
    અને એમાં લખેલું છે એમાં ફેર ના થાય.



    ફૂલ બનીને હસવું એ જીંદગી છે,
    હસીને દુઃખ ભૂલવું એ જીંદગી છે,
    જીતીને કોઈ ખુશ થાય તો શું થયું?
    દિલ હારીને ખુશ થવું એ જીંદગી છે.



    વિશ્વાસના ભીતરમાં પ્રેમ હોય છે,
    માનો તો આ બધા નસીબના ખેલ હોય છે,
    બાકી લાખો આંખો જોયા પછી પણ,
    કેમ, કોઈ એક નઝર માટે જ મન બેચેન હોય છે.



    યાદ અમર છે જિંદગીની સફરમાં,
    અમે તો છુપાવી લીધી છે તસ્વીર જીવનમાં,
    કેમ ઓછી કરી શકીએ તમારી યાદ જીવનમાં,
    યાદગાર છો તમે તો સદા અમારી નઝરમાં.




    મિલાવી જામમાં અમે તો જીંદગી પી ગયા,
    મદિરા તો શું કોઈની કમી પી ગયા,
    રડાવી જાય છે અમને બીજાના દર્દ,
    બાકી અમારા દર્દ તો અમે હસીને પી ગયા.



    કોઈનો પ્રેમ ઓછો નથી હોતો,
    ફક્ત આપણી અપેક્ષાઓ વધારે હોય છે,
    દરિયા ને ભલે લાગતું હોય કે તેની પાસે પાણી અપાર છે,
    પણ એને ક્યાં ખબર છે કે નદીનું દેવું ઉધાર છે.



     
    કોણ કહે છે પ્રભુના દરબારમાં અંધેર છે,
    હસતા ચહેરા જુઓ ઘેર-ઘેર છે,
    સુખ-દુખ તો ઈશ્વરની છે પ્રસાદી મિત્રો,
    બસ બાકી તો માનવીની સમજ-સમજમાં ફેર છે.




    નિખાલસ મનનો નિખાર અલગ હોય છે,
    દોસ્તી અને દુનિયાનો વહેવાર અલગ હોય છે,
    આંખો તો હોય સહુની સરખી,
    બસ જોવાનો અંદાજ અલગ હોય છે.




    જાણે છે છતાં અનજાન બને છે,
    આવી રીતે શું કામ મને હેરાન કરે છે,
    મને પૂછે છે કે તને શું ગમે છે,
    કેવી રીતે કહું એને કે જવાબ ખુદ સવાલ પૂછે છે.




    થોડી ગેરસમજથી સારું જીવાય છે,
    ખુલાસા કરવાથી દુખી થવાય છે,
    જીવનમાં ક્યારેક બંધ બાજી રમવી સારી,
    બાકી તો ત્રણ એક્કા માં પણ હારી જવાય છે.




    ના કરો અનુમાન મને કોણ ગમે છે,
    હોઠો પર મારા કોનું નામ રમે છે,
    એ તું જ છે દોસ્ત જેની દોસ્તી અમને ગમી,
    બાકી આથમતી સંધ્યાએ સુરજ પણ મારી સામે નમે છે.




    અનેક તરંગ હોવા છતાં દરિયો એક છે,
    અનેક રંગ હોવા છતાં મેઘધનુષ એક છે,
    પરંતુ માણસો કેમ નથી સમજતા,
    કે અનેક ધર્મ હોવા છતાં ઈશ્વર તો એક જ છે.




    કોઈ કરતુ હોય પ્રેમ તમને તો સ્વીકારી લેજો,
    તૂટે નહિ કોઈનું દિલ તેની કાળજી લેજો,
    પ્રેમ કરવાવાળા તો બહુ મળશે,
    પણ સાચા પ્રેમને પારખી લેજો.




    એમની આંખમાં ઈશારા ઘણા હતા,
    પ્રેમમાં આમ તો સારા ઘણા હતા,
    મારે તો એમની આંખના દરિયામાં ડૂબવું હતું,
    બાકી ઉભા જ રહેવું હોત તો કિનારા ઘણા હતા.





ઇન આંખો મેં આંસુ ના આયે હોતે,
અગર તુમ મુડકર મુસ્કુરાયે ના હોતે,
તુમ્હારે જાને કે બાદ એ ગમ હોતા હે કી,
કાશ તુમ ઝીંદગી મેં આયે ના હોતે.



હર સોચ મેં એક સાઝ હોતી હે,
હર દર્દ મેં એક આવાજ હોતી હે,
હર કોઈ બના નહિ સકતા તાજમહલ,
જબ કી હર એક દિલ મેં મુમતાજ હોતી હે.



સપનો કી તરહ આ કર ચલી ગયી,
અપનો કો ભૂલા કર ચલી ગયી,
કિસ ભૂલ કી સઝા દે ડી હે હંમે,
પહેલે હસાયા ફિર રુલા કર ચલી ગયી.



દરેક આંખો માં શક અને વિકાર ભર્યો છે,
અહી ચાહત માટે કોઈ કામ નથી,
દેત્ય રૂપી માણસ બન્યો છે,
અહી કોઈ ના દિલ માં રામ નથી.



લખું છું પ્રેમ થી, નફરત થી તું વાંચજે,
વાંચતા દુખે હદય તો હદય દબાવી રાખજે,
મળવા વેળા એ ના આવે તો મરણ સમયે આવજે,
આવી લાશ પર મારી ઠુમક ઠુમક તું નાચજે,
નાચતા ખુંચે હાડકા તો હાડકા દબાવી રાખજે,
હાડકા ની કરી હોળી પાસે બેસી તું તાપજે,
તાપતા વધે રાખ તો વાસણ ઘસી નાખજે,
એનાથી મળે તને થોડું સુખ તો,
હે પ્રભુ, એવું મૃત્યુ તું મને આપજે..



જુવાની માં મસ્તી લાગે છે,
લગ્ન પછી સસ્તી લાગે છે,
બાળકો પછી વસ્તી લાગે છે,
અને બુઢાપા માં પસ્તી લાગે છે.


પ્યાર મેં કભી બેવફાઈ નહિ હોતી,
પ્યાર મેં કભી રૂસ્વાઇ નહિ હોતી,
અ મેરે દોસ્ત કભી કિસી કા દિલ મત તોડના,
ક્યુંકી દિલ તૂટને મેં કભી આવાજ નહિ હોતી.


દિલ તેરા ધડકે તો ધડકન મેરી હો,
આંસુ તેરે નીકળે તો આંખે મેરી હો,
ખુદા કરે હમારી દોસ્તી ઇતની ગેહરી હો,
કી બીઝનેસ તું કરે તો ઇન્કમ મેરી હો.



જે નયન માં નફરત વસે છે.
એ નયન આંસુ બની જશે .
ભૂલવા ની કોશિશ પણ ન કરસો.
કોશિશ યાદ બની જશે.
પ્રેમ તો સાગર ની જેમ વહે છે.
ઠુકરાવશો તો સુનામી બની જશે.



આજ મુબારક કાલ મુબારક
દરિયા જેટલું વ્હાલ મુબારક
તમે રહો ખુશ હરહાલ મુબારક
આ દિન તમને હરસાલ મુબારક


પ્યાર મૈને ભી કિયા ઔર ઉસને ભી કિયા,
ફર્ક સિર્ફ ઇતના થા કી,
મૈને ઉસકો પાને કે લિયે કિયા,
પર ઉસને અપના વક્ત બિતાને કે લિયે કિયા …..!!



હમ નજરો સે દુર હૈ, આંખો સે નહિ,
હમ ખ્વાબો સે દુર હૈ, ખયાલો સે નહિ,
હમ દિલ સે દૂર હૈ, ધડકન સે નહિ,
હમ આપશે દૂર હૈ, આપકી યાદો સે નહિ.



અંતર થી યાદ કરીને એક વાર મળી લેજો,
હયાતી નહિ હોય ત્યારે યાદ કરીને શું કરશો?
હેત ની ભરતી આવીને ચાલી જશે,,,,
પછી કિનારે છીપલાં વીણી ને શું કરશો..??



જીવન જીવીને કાગળ ઉપર ઉતારું છું,
પછી થોડું ઘણું એને સુધારું છું.
થોડો અલગ છું હું બધાથી, કેમ કે
લોકો વિચારી ને જીવે છે,અને હું
જીવીને વિચારું છું.



રાત સવાર ની રાહ નથી જોતી.
ખુશ્બુ ઋતુ ની રાહ નથી જોતી .
જે પણ ખુશીથી મલે દુનિયા માં.
એને શાન થી સ્વીકાર જો.
કેમ કે ઝીંદગી સમય ની રાહ નથી જોતી.



તારી દરેક યાદ દિલમાં હજુ તાજી છે,
તું નથી જીવનમાં પણ તારી આસ હજુ બાકી છે.
તારી યાદ આવતા જ આંખમાં આંસુ આવી જાય છે,
એ આંસુ તો પી લીધું પણ પ્યાસ હજુ બાકી છે.
ક્યાંક મળી જઈસુ તો શું કહીશ એ ખબર નથી,
છતાંય વાત કરવાનો પ્રયાસ હજુ બાકી છે.
આખો મળી, દિલ મળ્યા, આખરે જુદા થઇ ગયા,
પરંતુ તું અને હું એક હતા એ અહેસાસ હજુ બાકી છે.
હું તારા દિલમાં નથી તો ભલે કઈ નથી,પણ
તારી યાદોમાં હું જરૂર હોઇશ એ વિશ્વાસ હજુ બાકી છે.



કોઈ સરખામણી ના કરી શકું જિંદગીની
એકાંતમાં થઇ હશે બે-ચાર વાત ખાનગીની
એક સ્પર્શ તમારો કેટકેટલા અરમાનો જગાવી ગયો
ભુલાયેલી દરેક વાતને નિ:શબ્દ યાદ કરાવી ગયો



સમજ્યા વગર કોઈને પસંદ ના કરતા,
નાસમજમાં કોઈને ગુમાવી પણ ના દેતા,
ગુસ્સો શબ્દમાં હોય છે દિલમાં નહીં,
એમાં સંબંધ ઉપર જ પુર્ણવિરામ ના મુકી દેતા



જીંદગી એક નાનું રિચાર્જ માંગે છે,
સસ્તા થયા હવે કોલ દર,
તોય લોકો એસએમએસના ધામા નાખે છે,
કરે છે મિસ-કોલ આજે પણ,
તોય બે સિમકાર્ડના મોબાઇલ રાખે છે,
લોભામણી સ્કીમોને પામવા પૈસાનું જોર રાખે છે,
આમ છતાં એક પ્રોવાઇડર સાચવવા નાનો વિચાર રાખે છે,
હાથ ભલેને હોય ડ્રાઇવ કરતાં
તોય વાત કરવા કાન સાથે ખભાનું મિલન રાખે છે,
પૉર્ટબિલિટિના આ યુગમાં એજ નંબર સાથે કંપની બદલાય છે,
તોય માનવીના જીવન સાથે મોત બદલાતું નથી….
………..કારણ
જીંદગી એક નાનું રિચાર્જ માંગે છે….



ન માંગું કાંઈ ઈશ્વર બસ જગતમાં પ્યાર માંગું છું,
પુણ્યો પાન્ગરો ને પાપનો સંહાર માંગું છું.

જીવનમાં સુખ કે દુખ એકલું અપીશમાં માલિક,
જીવનના આંગણે સુખ-દુખની તકરાર માંગું છું.

ભવ સાગરના વારિમાં ઘણા રત્નો છુપાયા છે,
નથી કોઈ પારખું જગમાં પારખનાર માંગું છું.

જગતની વેદનાથી હું તને વાકેફ કરી શકું,
એ કાજ તારી પ્રેરણાની ધાર માંગું છું.

ગહન તું છે ઈશ્વર! ગહન છે તારી લીલાઓ,
ગહન તારી ગહનતાનો પ્રભુ! હું પાર માંગું છું.



જીંદગી ના વેણમાં જે તરતા શીખે છે,
મર્યાદાના બંધનમાં જે જીવતા સીખે છે,
ઈશ્ર્વર પણ સાથ નથી છોડતો તેનો,
જે હર હાલમાં હસતા સીખે છે………..




12 comments:

  1. Wow...શુ શાયરીઓ છે.. કમાં લ છે..

    ReplyDelete
  2. જોરદાર શાયરી બાકી હો ભાઈ

    ReplyDelete
  3. બહુ સરસ શાયરીઓ છે ...

    ReplyDelete
  4. યાદ કરું છું તને વાત-વાતમાં,
    રહેવું છે સદા તારા સાથમાં,
    તું મને ના શોધ તારી આસ-પાસમાં,
    હું તને મળી જઈશ તારા જ શ્વાસમાં.
    Instagram follow @hindijokesjunction

    ReplyDelete
  5. મારી હથેળીના દરિયામાં મે તો તરતું મુકેલ તારું નામ શ્વાસોમાં ભરવાનો ગુલમ્હોરી રંગ હવે વેદનામાં ભળ
    તો આરામ

    ReplyDelete
  6. रख लूँ नजर में चेहरा तेरा,
    दिन रात इसी पे मरते रहे,
    जब तक ये साँसें चलती रहे,
    हम तुमसे मोहब्बत करते रहे.

    😍

    ReplyDelete
  7. अच्छा लगता है,
    जब कोई कहता है,
    कोई बात नही
    मैं हूँ ना तुम्हारे साथ.

    ReplyDelete
  8. Fabulous
    દરેક આંખો માં શક અને વિકાર ભર્યો છે,
    અહી ચાહત માટે કોઈ કામ નથી,
    દેત્ય રૂપી માણસ બન્યો છે,
    અહી કોઈ ના દિલ માં રામ નથી.

    ReplyDelete