ઈન્ટરનૅટ પરં કમાણી



‘‘ઇન્ટરનેટ પર કમાણી કઈ રીતે થાય?’’ અખબાર ‘દિવ્ય ભાસ્કર’માં ચાલતી ‘સાયબરસફર’ કૉલમના છેડે જે ઇમેઇલ આઈડી આપવામાં આવે છે તેના પર આવતા મોટાભાગના ઇમેઇલનો છેડો આ જ સવાલ હોય છે. જવાબ ટૂંકો છે - આઇડિયા જોઈએ.
ઇન્ટરનેટ એવી કમાલની દુનિયા છે કે તેમાંતમારે રોકેટ એન્જિનિયરિંગના જાણકાર હોવાની જરૂર નથી. બિલકુલ સરળસાદો વિચાર પણ જો સરસ રીતે અમલમાં મૂકી શકોતો કમાણી કરી શકો ઇન્ટરનેટ પરથી.
વાત માનવી મુશ્કેલ લાગતી હોય તો આજે મળીએવૉશિંગ્ટનના સિએટલમાં પોતાના ઘરેથી જ કામ કરતા એક દંપતિ સાચી અને લી લીફીવરને. આ દંપતિએ કોમનક્રાફ્ટ નામની એક કંપની સ્થાપી છે,જેના એમ્પ્લોઇ છે એ જ બંને. માઇક્રોસોફ્ટ અને ગૂગલ જેવી દિગ્ગજ કંપનીઓ તેમના ભેજાબાજ એન્જિનીયર્સ પાસે જે કામ કરાવી શકતી નથીતે કરાવવા માટે પતિ-પત્ની એમ ફક્ત બે જ જણની બનેલી કંપનીની મદદ માગે છે.
એવું તે શું કામ કરે છે આ કોમનક્રાફ્ટ કંપની? જવાબ ટૂંકો છે - એક વ્હાઇટબોર્ડ પર, કાગળના થોડા ટુકડા આમતેમ ફેરવે છે, થોડા આડાભા લીટા કરે છે અને તેની વિડિયો બનાવી આપે છે. નવાઈ લાગીને?
થોડું વિગતવાર સમજીએ.
ઇન્ટરનેટ વધુને વધુ ઇન્ટરએક્ટિવ બન્યું એટલે કે મારા-તમારા જેવા વપરાશકારનો રોલ એમાં વધુ ને વધુ એક્ટિવ બનતો ગયો તેમ તેમ, ઇન્ટરનેટ પર જાતજાતની અનેક પ્રકારની સર્વિસીઝ પણ વિકસવા લાગી. બ્લોગિંગ, સોશિયલ નેટવર્કિંગ, ચૅટિંગ, મોબાઈલ એપ્લિકેશન્સ... મોટી મોટી કંપનીઓ કેટકેટલી જાતની સર્વિસ લઈને મેદાનમાં ઉતરી છે, જેમાં ઇન્ટરનેટ યુઝર એક્ટિવ ભૂમિકા ભજવે તો જ વાત જામે. હવે હું અને તમે ખરેખર એક્ટિવ ક્યારે બનીએ? જ્‌યારે બ્લોગિંગ કે ચૅટિંગ કે સોશિયલ નેટવર્કિંગ કઈ બલા છે એ આપણને સાંગોપાંગ સમજાય ત્યારે!
 આ, જટિલ સર્વિસીઝની વાત શીરાની જેમ ગળે ઉતરે એ રીતે સમજાવવાનું કામ કરે છે કોમનક્રાફ્ટ કંપની.
દાખલા તરીકે, બ્લોગ શું છે, બ્લોગિંગ કેવી રીતે શરૂ કરી શકાય એ આખી વાત સાવ સરળ રીતે સમજાવવા માટે,  હસબન્ડ લી કાગળ પર થોડું ચીતરામણ કરીને તેને આકારમાં કાપી લે છે (જેમ કે યુઝરને દર્શાવવા માટે, સાદો માણસ ચીતરીને કાપી લે). પછી, એક વ્હાઇટ બોર્ડ પર ફટાફટ એક પછી એક આકાર મૂકે, ઉપાડે, એમનો એકમેકનો સંબંધ દર્શાવવા પેનથી નિશાનીઓ કરે, ભૂંસે... થોડી કોમેન્ટ્રી આપે અને એ બધું, તેની પત્ની વિડિયોમાં શૂટ કરે. પછી થોડું અમથું એડિટિંગ અને સિમ્પલ વિડિયો તૈયાર! ફટાફટ!
બંનેએ આ કામ એક વર્ષ પહેલાં શરૂ કર્યું, અમસ્તું જ, અને હવે ઉપર લખ્યું તેમ મોટી મોટી કંપનીના ઓર્ડર પર ‘પૂરતું ધ્યાન આપીને’ વિડિયો તૈયાર કરી આપવાનો ધીકતો ધંધો કરે છે, અલબત્ત સિમ્પલ રીતે.
આનંદની વાત એ છે કે બંનેએ હજી આપણા માટે ફ્રી વિડિયોનો મોટો ખજાનો ખૂલ્લો જ રાખ્યો છે. બ્લોગ વિશે સરસ સમજણ મેળવવી હોય (અલબત્ત, અંગ્રેજીમાં!) તો જુઓ આ વિડિયો.

લેખ ગમ્યો? તો શેર કરો મિત્રો સાથે!

No comments:

Post a Comment