કમ્પ્યુટર ગુજરાતી બનાવો

હવે તમારે ગુજરાતી સોફટવેર ની જરુર નથિ તમારુ કોમ્પુટર જાતે ગુજરાતી બનાવો ૧૦ મિનીટ મા

તમારુ કોમ્પુટર ગુજરાતી બનાવો

http://www.bhashaindia.com/Downloadsv2/ListCategories.aspx#WLIP


અહિથી ગુજરાતી emi-ડાઉનલોડ કરો
કનટ્રોલ પેનલ જાવ region
al&langwage પર ક્લિક કરો langwage tab clik & clik to detail menu add key board in gujarati langwage




ગુજરાતીમાં ટાઈપ કરવા માટે ઈન્ડીક IME નો ઉપયોગ
માઈક્રોસોફ્ટ ઓફિસ ૨૦૦૩ સ્યુટમાં ઈન્ડીક ભાષાઓમાં ટાઈપ કરવાને ટેકો અપાયેલો હોવાથી, જે ભારતીય ભાષાઓને ટેકો અપાયો છે, તેમાંથી કોઈ પણ ભાષા દ્વારા યુઝર ટાઈપ કરી શકે છે. અત્યારે માઈક્રોસોફ્ટ ૨૦૦૩ દ્વારા જેનો ઉપયોગ શક્ય છે, તે ભાષાઓ છે, હિન્દી, ગુજરાતી, કન્નડ, મલયાલમ, તમિલ અને બંગાળી. કોઈ પણ ભારતીય લિપિની મુખ્ય ખાસિયત હોય છે તેનાં જટિલ અક્ષરો અને ચિહ્નો, અને તેને ઈન્ડીક IME વડે, એટલે કે ઈન્પુટ મેથડ એડીટર વડે ટાઈપ કરવાની પધ્ધતિ એકસરખી હોય છે.
ઈન્પુટ મેથડ એડીટર (જેને ઈન્પુટ મેથડ એન્વાયર્મેન્ટ પણ કહેવાય છે), એ એક એવો પ્રોગ્રામ છે, અથવા તો એક ઓપરેટીન્ગ સિસ્ટમ કોમ્પોનન્ટ છે, કે જેના દ્વારા કમ્પ્યુટર યુઝર્સ સામાન્ય પાશ્ચાત્ય કીબોર્ડ વાપરીને જ આ જટિલ અક્ષરો અને ચિહ્નો ટાઈપ કરી શકે છે. (જાપાનીઝ, ચાઈનીઝ, તિબેટીઅન અને કોરીઅન અક્ષરો પણ ઈન્ડીક અક્ષરો જેવાં જ જટિલ છે.)
જો યુઝરને હિન્દી, ગુજરાતી, કન્નડ, મલયાલમ, તમિલ કે બંગાળી જેવી ભારતીય ભાષામાં ટાઈપ કરવું હોય, તો તે માટે IME, એ માઈક્રોસોફ્ટ ઓફિસ પ્રોડક્ટ્સના ક્ષેત્રના કાર્યોમાંનું એક મહત્વનું કોમ્પોનન્ટ છે. માઈક્રોસોફ્ટ ઓફિસમાં કામ કરનારા કોઈ પણ યુઝરને આમાંની કોઈ પણ ભાષામાં ટાઈપ કરવું હોય, તો તે તેમને ક્યાં તો માઈક્રોસોફ્ટ ઓફિસની CD ઉપર મળશે અથવા તો માઈક્રોસોફ્ટ ભાષાઈન્ડીયા પોર્ટલના એન્ડ-યુઝર્સ (End users) વિભાગમાંની ડાઉનલોડ લીન્ક દ્વારા મળશે.
અન્ય ભારતીય ભાષાઓની સરખામણીમાં ગુજરાતી હજી તરુણ હોવાં છતાં, તેનો ઉપયોગ બહોળા પ્રમાણમાં થાય છે. દુનિયામાં જુદી જુદી જગ્યાએ થઈને, ભારત અને વિદેશમાં વસતા ગુજરાતી-ભાષીઓની સંખ્યા ૫ કરોડથી પણ વધારે છે. કમ્પ્યુટર પર વિન્ડોઝ XP પ્લેટફોર્મ ઉપર, ગુજરાતીમાં ઓફિસ-બેઝ્ડ કાર્યો ચાલુ કરવા માટે, નીચે જણાવેલી સરળ રીત અનુસરો :
IME ના શક્ય ઉપયોગ માટે કમ્પ્યુટર પર ગુજરાતી IME ને આપવામાં આવેલો ‘સપોર્ટ’, એટલે કે આધાર, ચાલુ કરાયેલો હોવો જોઈએ. યુઝરે ‘કન્ટ્રોલ પેનલ’માં જઈને ‘રીજીયનલ લેન્ગવેજ ઓપ્શન્સ’ નામના બટન પર ક્લીક કરવાનું હોય છે. તેનાથી ટેબ-કી દ્વારા ત્રણ વિકલ્પ મળશે: રીજીયનલ ઓપ્શન્સ, લેન્ગવેજ અને એડવાન્સ્ડ. તેમાંના લેન્ગવેજ (Languages) ટેબને પસંદગી આપો. હવે એક ખાના આકારમાં ‘ઈન્સ્ટોલ ફાઈલ્સ ફોર કોમ્પ્લેક્ષ સ્ક્રીપ્ટ્સ એન્ડ લેફ્ટ-ટુ-રાઈટ લેન્ગવેજીસ (ઈન્ક્લુડીન્ગ થાઈ)’ લખેલું હોય, ત્યાં ખરાની નિશાની કરો અને પછી ‘એપ્લાય’ ઉપર ક્લીક કરો. હવે વિન્ડોઝ XP ની CD મૂકો અને બાકીનું સંચાલન પૂરું કરો.
ગુજરાતી IME ની ‘સેટ-અપ’ ફાઈલ ચલાવવી અને કમ્પ્યુટરને ‘રીસ્ટાર્ટ’ કરવું એટલે કે ફરીથી ચાલુ કરવું.
હવે પછી જે ભાષાની જરૂર હોય, તેને માટે કીબોર્ડના લેઆઉટને તૈયાર કરવાનું રહે છે. યુઝરે ‘કન્ટ્રોલ પેનલ’માં જઈને રીજીયનલ લેન્ગવેજ ઓપ્શન્સ નામના બટન પર ક્લીક કરવાનું હોય છે. તેમાંના જે ત્રણ ટેબ દેખાય છે, તેમાંથી લેન્ગવેજ ટેબને પસંદગી આપો. ત્યાર પછી ટેક્સ્ટ સર્વિસ અને ઈન્પુટ લેન્ગવેજ વિભાગમાંથી ‘ડીટેલ...’ દર્શાવતા બટન પર ક્લીક કરો. આ બટન ક્લીક કરીને, ઈન્પુટ લેન્ગવેજ તરીકે ગુજરાતીને પસંદ કરો અને કીબોર્ડ તરીકે ગુજરાતી ઉમેરો. હવે પસંદગી માટે ઉપલબ્ધ વિકલ્પોમાંથી ઈન્ડીક IME (V5.1) ને પસંદ કરો.
એકવાર ઈન્સ્ટોલેશન પૂરું થઈ જાય, પછી વર્ડપેડ કે નોટપેડ, કે પછી ઓફિસની કોઈ પણ એપ્લીકેશન ચાલુ કરો. હવે સ્ક્રીન પરની નીચેના પટ્ટા ઉપરના વિન્ડોઝ ટાસ્ક-બારમાં, જમણે છેડે રહેલા લેન્ગવેજ ઈન્ડીકેટર ઉપર ક્લીક કરો, અને તેમાંથી ખુલતા નાનકડા મેન્યુમાંથી ‘ઈન્ડીક ઈન્ડીક IME (V5.1)’ ને પસંદ કરો.
હવે ગુજરાતીમાં ટાઈપ કરવા માટે તમારું કમ્પ્યુટર તૈયાર છે.

ગુજરાતીનું ઈન્ડીક IME 1, પાંચ જાતના કીબોર્ડ સાથે આવે છે.
1. ગુજરાતી ટ્રાન્સલીટરેશન:
ફોનેટીક એટલે કે ધ્વન્યાત્મક રીતે ટાઈપ કરવાથી, યુઝર તેનું લખાણ સામાન્ય અંગ્રેજી કીબોર્ડ વાપરીને રોમન લિપિમાં ટાઈપ કરી શકે છે, અને તરત જ તેનું ટ્રાન્સલીટરેશન દ્વારા ગુજરાતી લિપિમાં રૂપાંતર થઈ જાય છે. આનો સંબંધ ધ્વન્યાત્મક પધ્ધતિનાં તર્ક સાથે હોય છે અને શબ્દ જે રીતે બોલાતો હોય, તે રીતે ટાઈપ કરવાથી આ બહુ અસરકારક રહે છે.
2. ગુજરાતી ટાઈપરાઈટર:
ટાઈપીંગ માટે વપરાતું આ એક બીજું કીબોર્ડ છે. ગુજરાતી ટાઈપરાઈટર કીબોર્ડના નકશા પ્રમાણે ટાઈપ કરી શકાય છે.
3. ગુજરાતી ઈન્સ્ક્રીપ્ટ:
આ એક એવું ગુજરાતી કીબોર્ડ છે, જ્યાં યુઝર મૂળ અક્ષરોને એક શ્રેણીમાં ટાઈપ કરે છે અને એક ખાસ તર્ક દ્વારા નક્કી થાય છે કે તેમાંનાં કયાં અક્ષરોને જોડવાં અને ગોઠવવાં, કે જેથી glyph ની રચના થાય.
4. ગુજરાતી ગોદરેજ ઈન્ડીકા:
આ એક એવું ગુજરાતી કીબોર્ડ છે કે જેમાં ગુજરાતી ગોદરેજ ઈન્ડીકા કીબોર્ડના નકશા પ્રમાણે ટાઈપ કરી શકાય છે.
5. ગુજરાતી રેમીન્ગટન ઈન્ડીકા:
આ એક એવું ગુજરાતી કીબોર્ડ છે કે જેમાં ગુજરાતી રેમીન્ગટન ઈન્ડીકા કીબોર્ડના નકશા પ્રમાણે ટાઈપ કરી શકાય છે.
6. ગુજરાતી સ્પેશીયલ કેરેક્ટર:
આ કીબોર્ડમાં ગુજરાતીમાં વપરાતા ખાસ સ્પેશીયલ અક્ષરોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ગુજરાતી IME દ્વારા મળતા આ જુદા જુદા ફીચર્સને લીધે, યુઝર માઈક્રોસોફ્ટ ઓફિસના ઉપયોગથી ડૉક્યુમેન્ટ્સમાં એટલે કે દસ્તાવેજમાં, ગુજરાતીમાં ટાઈપની કોઈ પણ રીત વાપરીને બહુ સરળતાથી ટાઈપ કરી શકે છે.
ગુજરાતી IME માં ટાઈપ કરવાના કેટલાક મુદ્દા છે. ઈન્ડીક લિપિની જટિલતા અને તે તરફ ચાલુ રહેલો વિકાસ, તે બંન્ને જોતાં કેટલીક સાવચેતી જરૂરી છે અને IME નો ઉપયોગ કરવા માટે કેટલાક મુદ્દા યાદ રાખવા જરૂરી છે.
માઈક્રોસોફ્ટ એક્સેલમાં IME વાપરતી વખતે, લખાણ પછી સ્પેસ-બાર, એન્ટર-કી, કે ટેબ-કી દબાવ્યા પછી જ લખાણને જોઈ શકાય છે.
જ્યારે જાતે બનાવેલા વર્ડલિસ્ટની ખુલેલી વિન્ડો (બારી) બંધ થાય, પછી કમ્પ્યુટરના સ્ક્રીન ઉપર એક નાની વિન્ડો ખુલ્લી રહેશે.
માઈક્રોસોફ્ટ ફ્રન્ટ પેજ અથવા માઈક્રોસોફ્ટ આઉટલુકના માઈક્રોસોફ્ટ કમ્પોઝ ના ઓપ્શનમાં જો ગુજરાતી લખાણ બહુ ઝડપથી ટાઈપ કરવામાં આવે, તો પ્રોગ્રામ ‘ક્રેશ’ થઈ શકે છે એટલે કે અટકી શકે છે. તેથી, ટાઈપીંગની ઝડપ સામાન્ય રાખવી પડશે.
માઈક્રોસોફ્ટ એક્સેલમાં ગુજરાતી લિપિ વાપરવાથી પ્રોગ્રામ ગમે ત્યારે ‘ક્રેશ’ થવાની શક્યતા ઘણી રહેલી છે. તેથી, ડેટાનો વારંવાર સંગ્રહ કરવો જોઈએ.
માઈક્રોસોફ્ટ ફ્રન્ટ પેજમાં, અથવા માઈક્રોસોફ્ટ આઉટલુકના HTML મેઈલ ઓપ્શનમાં ગુજરાતી લિપિને અમલમાં મૂકવાથી, કામગીરી થોડી ધીમી થઈ જાય છે.
અંગ્રેજી કીબોર્ડ કે બીજા કોઈ પણ IME માં કીબોર્ડ બદલવા વખતે, ટાઈપ થયેલો છેલ્લો શબ્દ જો નહીં સચવાયો હોય, તો તેને ગુમાવવો પડશે.
માઈક્રોસોફ્ટ ફ્રન્ટ પેજમાં, અથવા માઈક્રોસોફ્ટ આઉટલુકના HTML કમ્પોઝ ઓપ્શનમાં, નવી લાઈન ઉમેરવા માટે ‘એન્ટર-કી’ને બે વખત દબાવવી પડશે.
જો કોઈ પણ લખાણ સચવાયા વગર (એટલે કે, સ્પેસ-બાર, એન્ટર-કી કે ટેબ-કી દબાવ્યા વગર), એરો-કી દબાવી હશે, તો તેની અસર મેળવવા માટે દરેક કી, બે વખત દબાવવી પડશે. જો લખાણ સચવાયેલું હશે, તો બધી કી સહેલાઈથી કામ કરશે.
જે ગુજરાતી અક્ષરો “શ્રુતિ” ફોન્ટમાં ઉપલબ્ધ ન હોય, તે ચોરસ બ્લોક જેવાં દેખાશે.
સ્વસ્તિક જેવાં ચિહ્નો, યુનીકોડ ની ખાસયિતમાં નથી.
માઈક્રોસોફ્ટ એક્સેલમાં ડેટા ટાઈપ કરવા માટે જો ‘વર્ચ્યુઅલ કીબોર્ડ’નો ઉપયોગ કર્યો હશે, તો અણધારી ભૂલો આવી શકે છે.



go to right side langwage bar & click to gujarati translater & than langwage click english to gujarati
jay mataji = જય માતાજી બોલો અને ગુજરાતી લખો

No comments:

Post a Comment