વિન્ડોઝ-૮ ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ સરળ બનાવતી આઠ ટિપ્સ

માઇક્રોસોફ્ટની નવી ઓપરેટીંગ સિસ્ટમ વિન્ડોઝ-૮ના લોંચિંગ સાથે જ તેની સામે જોડાયેલી રસપ્રદ બાબતો ચર્ચામાં ચાલી રહી છે. આ નવી ઓપરેટીંગ સિસ્ટમનો ઉપયોગ કરતાં પહેલાં એકવાત સમજવી જરૃરી છે કે આ સિસ્ટમ ખાસ કરીને ટચસ્ક્રીન કોમ્પ્યુટર માટે તૈયાર કરાઇ છે. જેના કારણે ડેસ્કટોપ અને લેપટોપ ટેબ્લેટ જેવું કામ આપી શકશે. વિન્ડોઝ-૮ માઉસ અને કીબોર્ડના શોર્ટકટથી પણ ચાલી શકશે.
વિન્ડોઝ-૮માં મુખ્યપણે બે વર્ઝન એટલે કે સ્વરૃપો છે. જેમાં પહેલું વિન્ડોઝ-૮ અને બીજી વિન્ડોઝ આર.ટી. બંને પ્રથમ દ્રષ્ટિએ સરખા લાગે છે પણ તે જુદી જુદી પ્રોસેસિંગ ચીપ પર કામ આપે છે. વિન્ડોઝ-૮ ઇન્ટેલ અને એએમડીની ચીપ પર જ્યારે વિન્ડોઝ-આરટી નાના ટેબ્લેટ અને લેપટોપ ટેબ્લેટના હાઇબ્રીડ વર્ઝન માટે છે. માઇક્રોસોફ્ટના આ નવા ઉત્પાદન વિન્ડોઝ-૮નો સરળતાથી ઉપયોગ કરી શકાય તે માટે મહત્વની આઠ ટિપ્સ...
(૧) વિન્ડોઝ-૮ વાળુ કોમ્પ્યુટર ચાલુ કરતાંની સાથે જ સમય અને કોઇ સરસ ચિત્રવાળી સ્ક્રીન નજરે પડે છે. ટચ સ્ક્રીન વડે આગળ વધતી વખતે આ સ્ક્રીનના નીચેના છેડા પર આંગળીનો સ્પર્શ કરીને તેને ઉપર લઇ જવાથી આગળની સ્ક્રીન આવશે અને કીબોર્ડનો ઉપયોગ કરનારા કોઇ પણ કી દબાવીને આગળ જઇ શકે છે.
(૨) ત્યારબાદ જુદી જુદી એપ્લીકેશન રજૂ કરતી લાઇવ ટાઇલ્સ નજરે પડશે. વિન્ડોઝ-૮ માટે જ તૈયાર કરાયેલા પ્રોગ્રામ આ બિનસત્તાવાર રીતે 'મેટ્રો' તરીકે ઓળખાતા વાતાવરણમાં ચાલશે. વિન્ડોઝની જુની આવૃત્તિઓ માટેની એપ્લીકેશન જુના વિન્ડોઝ ડેસ્કટોપ જેવી સ્ક્રીન દેખાશે. યુઝર આ 'મેટ્રો' અને 'નવા ડેસ્કટોપ' વચ્ચે સ્વીચઓવર થઇ શકશે. જોકે અંતે તો 'મેટ્રો' તરફ વાળવાની જ માઇક્રોસોફ્ટની ઇચ્છા છે
(૩) ડેસ્કટોપ સ્ક્રીનમાં સ્ટાર્ટનું બટન નથી તેથી ત્યાંથી પ્રોગ્રામ શરૃ કરવા અઘરા છે તેથી યુઝર્સને મેટ્રો ટાઇલ્સનો જ ઉપયોગ કરવો પડશે. માઉસ કે ટચપેડ મારફતે ટાઇલ્ડ સ્ટાર્ટ સ્ક્રીન પર પાછા જવા માટે માઉસનું પોઇન્ટર સ્ક્રીનના જમણીબાજુ ઉપરના ખૂણા તરફ લઇ જવાનું રહેશે.
(૪) ડેસ્કટોપ એન્વાયરમેન્ટ કયા ડેસ્કટોપ પ્રોગ્રામ ચાલી રહ્યા છે તે જોવા માટે યુઝર ટાસ્કબાર પર નજર નાખી શકશે. જ્યારે મેટ્રોમાં માઉસ કે ટચપેડનો ઉપયોગ કરનારાઓને આવુ કરવા માટે કર્સરને સ્ક્રીનના ઉપરના ડાબા ખૂણે લઇ જઇને તેને નીચેની તરફ ડ્રેગ કરવું પડશે.
(૫) અન્ય એન્વાયરમેન્ટમાં ચાલતા પ્રોગ્રામ અંગે કોઇ એન્વાયરમેન્ટ માહિતી આપી શકશે નહીં. પણ ટચસ્ક્રીન હોય તો સ્ક્રીનની ડાબી બાજુએથી સ્વાઇપ કરવાથી એપ્લીકેશન વચ્ચે સ્વીચ ઓવર થઇ શકશે. કી બોર્ડ નોટ વપરાશ કરતી વખતે "ALT + TAB"ની કી સાથે દબાવવાથી આ કામગીરી થઇ શકશે.
(૬) બંને એન્વાયરમેન્ટ માટે ઇન્ટરનેટ એક્સપ્લોરરની જુદી જુદી આવૃત્તિ છે. એક એક્સપ્લોરરમાં ખુલેલુ પેજ બીજામાં દેખાશે નહીં.
(૭) ટચસ્ક્રીન પર મેટ્રોનો ઉપયોગ કરતી વખતે આંગળીને સ્ક્રીનના ઉપરના ભાગેથી નીચેની તરફ સ્વાઇપ કરવાની રહેશે. આમ કરવાથી વિન્ડો નીચે ઉતરી જશે. આ જ વસ્તુ માઉસ દ્વારા સ્ક્રીનમાં ઉપરની બાજુએ ક્લીક કર્યા બાદ કર્સર ડ્રેગ કરવાથી થઇ શકે છે. જ્યારે કી બોર્ડના યુઝર માટે "Alt + F4"નો કમાન્ડ સરળ રહેશે.
(૮) ઇન્ટરનેટ એક્સપ્લોરરના ડેસ્કટોપ વર્ઝન્ટમાં કયા પેજ ખુલ્લા તે 'ટેબ'માં જોઇ શકાશે. મેટ્રોમાં દરેક વેબપેજ સ્ક્રીન પર વપરાઇ જશે અને ટેબ માટે કોઇ જગ્યા હોતા નથી. ટચ સ્ક્રીનવાળા કોમ્પ્યુટરમાં ખુલ્લા હોય તેના અન્ય પેજ જોવા માટે આંગળી સ્ક્રીનના નીચેના ભાગેથી ઉપર તરફ સ્વાઇપ કરવાથી અન્ય વ ન્ડિો થંબનેઇલ સ્વરૃપે દેખાશે.
ંમેટ્રોમાં માઉસનો ઉપયોગ કરતા હોય તો સ્ક્રીનમાં ગમે ત્યાં રાઇટ ક્લીક કરવાથી ટેબ દેખાશે.
આ અગાઉ વર્ષો પહેલા માઇક્રોસોફ્ટે વિન્ડોઝ-૯૫ રજૂ કર્યું ત્યારે અનેક લોકોને નવાઇ લાગેલી કે આ ઓપરેટિંગ સિસ્ટમમાં 'શટડાઉન' કરવું હોય તો પણ 'સ્ટાર્ટ' પર ક્લિક કરવું પડે છે. વિન્ડોઝ-૮માં આવી અનેક વિસંગતતાઓને દુર કરવામાં આવી છે.

માઇક્રોસોફ્ટઃ એમએસ-ડીઓએસથી વિન્ડોઝ ૮ સુધીનો પ્રવાસ
ન્યૂ યોર્ક, તા. ૨૬
શુક્રવારે ટચ-સેન્ટ્રિક વિન્ડોઝ ૮ સોફ્ટવેર રિલીઝ કરીને માઇક્રોસોફ્ટે પર્સનલ કોમ્પ્યુટર્સ માટે ઓપરેટિંગ સિસ્ટમ્સ બનાવવાનો ૩૦ વર્ષનો તેનો અવિરત પ્રવાહ ચાલુ રાખ્યો છે.
૩૧ વર્ષમાં કંપનીએ અનેક ક્રાંતિકારી પ્રોડક્ટ બજારમાં મૂક્યાં
૧૯૮૧માં કંપનીએ આઇબીએમ સાથે ભાગીદારીમાં પર્સનલ કોમ્પ્યૂટર બનાવવાની શરૃઆત કરી હતી. તેના પહેલાં ઓપરેટિંગ સિસ્ટમને એમએસ-ડીડોઝનું નામ અપાયું હતું.
૧૯૮૫માં કંપનીએ તેના સૌથી પહેલાં ગ્રાફિકલ યૂઝર ઇન્ટરફેસ રિલીઝ કર્યા હતા. જેના કારણે લોકોને માઉસ થકી આઇકોન્સ પર ક્લિક કરીને કામ કરવાનો મોકો મળ્યો. એ ઓપરેટિંગ સિસ્ટમને વિન્ડોઝનું નામ અપાયું હતું.
૧૯૮૭ના ડિસેમ્બર મહિનામાં માઇક્રોસોફ્ટે વિન્ડોઝ ૨.૦ને બજારમાં મુક્યું. જુલાઇ ૧૯૯૩માં કંપનીએ વિન્ડોઝ એનટીને બજારમાં મુકીને તરખાટ લાવી દીધો. તેનાથી વધુ જટિલ કામ કરવામાં સરળતા મળવા માંડી હતી. ખાસકરીને એન્જીનીયરિંગ અને સાયંસ ક્ષેત્રોમાં તેનું પ્રભુત્વ વધ્યું.
ઓગસ્ટ ૧૯૯૫માં વિન્ડોઝ ૯૫ સાથે કંપનીએ મોટા વિન્ડોઝના ક્ષેત્રે ક્રાંતિ લાવી. આના પ્રચારમાં કંપનીએ ઊભો કરેલો હાઇપ કામે લાગ્યો અને તેન ખરીદવા માટે લાઇનો લાગી. તે અન્ય તમામ વિન્ડોઝ કરતાં ઘણું સફળ રહ્યું હતું.
એ પછીના થોડાક સમયમાં કંપનીએ ઇન્ટરનેટ એક્સ્પોલરર બ્રાઉઝરના પ્રથમ સ્વરૃપને બજારમાં લોંચ કર્યું. આ પ્રોડક્ટ સામે કાનૂની દાવો મંડાયો અને ૨૦૦૨માં કંપની તેના આરોપોમાંથી મુક્ત થઇ. ૧૯૯૮માં વિન્ડોઝ ૯૮ બજારમાં આવ્યું. થોડાક વર્ષો પછી તેની વિન્ડોઝ મી બ્રાંજ બજારમાં આવી. ઓક્ટોબર ૨૦૦૧માં કંપનીએ વિન્ડોઝ એક્સપીને લોચ કરી એકવખત ધમાકો બોલાવ્યો.
નવેમ્બર ૨૦૦૬માં વેપાર-ધંધા કરતી કંપનીઓ માટે વિસ્ટા નામની નવી પ્રોડક્ટ મુકવામાં આવી. જાન્યુઆરી ૨૦૦૭માં તેની સુધારેલી આવૃત્તિ રજૂ થઇ. પરંતુ કેટલાક વર્ગને તે પ્રમાણમાં ધીમું લાગતાં કંપનીએ ૨૦૦૯માં વિન્ડોઝ ૭ને બજારમાં રજૂ કર્યું. હવે વિન્ડોઝ આઠને રજૂ કરીને કંપનીએ કોમ્પ્યુટરક્ષેત્રે ૩૦ વર્ષથી સુધારણા સાથે પ્રોડક્ટ રજૂ કરવાનો તેનો અવિરત પ્રવાહ ચાલુ રાખ્યો છે.

No comments:

Post a Comment